શનિવાર, 17 જુલાઈ, 2010

ઝાકળબિંદુ

આ ગુલાબી ઠંડી માં,
તમારી ભીની યાદો,
બની ગઈ છે,ઝાકળબિંદુ,
વ્યગ્ર બન્યો તમારા વિચારો માં
દુર હતો ઘણો સુરજ
ચમક્યુ ઝાકળબુંદ
આ શું થયુ,ના પડી મને ખબર
બસ પડી ખબર એટલી
બે દીલો ભેગા થયા..
        રવિ પાઘડાળ (સ્મિત)

પથ

આજે ચાલુ થઈ છે ,બસ આ પથ પર
પંરતુ તે આંખો ,મહી દિલ માં શાને ઊતરે છે;
રસ્તા માં તો નથી મુંજવણ,
પણ ,સ્ટેશને શાને અટકે છે.???
         રવિ પાઘડાળ (સ્મિત)

યાદ છે તને..

હું ડુબ્યો હતો ,તારા નયનો માં યાદ છે તને?
મદહોશ થયો તો આ હાસ્ય માં,
નીતરતી નીરસ્તા ચહેરા પર
હવા ચાલીને ,ઊડતી તારી લટ
મદહોશ બનાવી જાય,કેમ રહી શકાતુ.
હવા ને મેં પણ કહ્યુ હતુ કે...
એક સંદેશ છે.
મોકલવો છે.
સમજી ગઈ એ ,હળવેક થી તમારા ગાલ પર
પ્રસરી ગઈ એ.
લાગ્યુ તને કે કંઈ થયુ આ દિલ પર
પણ એ કંઈ નહી
હતુ વાવેતર નું એક બીજ
ફુટશે અંકુર આશ લઈ ને બેઠો છું,હજીયે..
આજે થોડી યાદ આવી ગઈ
ના હતી છતા પણ હા આવી ગઈ..
રવિ પાઘડાળ (સ્મિત)

પ્રેમ ની શોધ

જોઉ છું,કયારેક સુમસાન રહેતો આ રસ્તો,
આજે કીડીયારુ ઊભરાણુ છે.
આજે શોધતો,જે રોજ શોધતો,
ન જોયેલ એ ચહેરો,
પણ આશ હતી કે,હું ઓળખીશ એને,
એક દિવસ ,
એક ચહેરો નજર સમક્ષ ાઆવ્યો પણ,
આ શું??
એમને તો હું ઓળખતો હતો.
હતા એ તમે,
કેમ કહુ કે....
તમારા વિચારો માં મગ્ન બની,
ચહેરા ની શોધ માં હતો.
         રવિ પાઘડાળ(સ્મિત)

તારી હા હોય તો

ચાલે કલમ જો પ્રેમ ની,
તારી હા હોય તો,
પછી લખાય છે ,પંકિત ઓ મદહોશ ની
તારો સંગાથ તો,
તારી હા હોય તો,
પંકિત બને છે .ગઝલો,
મુલાકાત હોય તો
આશા છે મને પ્રેમ પર
જો તું સાથ હોય તો
અમર થાંશુ આપણે,
જન્મારો સાથ હોય તો
બાકી તો પછી શું કહું??
જો તારી જ ના હોય તો.
        રવિ પાઘડાળ(સ્મિત)

ગુરુવાર, 15 જુલાઈ, 2010

આંસુ

હોંઠો દુનીયા સામે હસે છે,પણ...
આ હોંઠ ને હસાવનાર
હૈયુ જાણે છે કે,
આંખો મારા કહ્યા માં નથી રહેતી....

આત્મહત્યા

આ પ્રેમ સમા દરીયા મં,
આજે મારી છે, મે ડુબકી,
પણ મને કયાં ખબર હતી
કે મને આવડતુ નથી ,તરતા !!

ખંજર

ગુસ્સે થયા તમે તો ,
કયાં લગી ગયા,
પણ,હું ક્યા જાણતો હતો કે,
દોસ્તો ના હાથ પણ,
ખંજર સુધી ગયા.
હતો ,વિસ્વાસ ખુદા તારી પર
પણ , ગુસ્સે થયેલ ના વાંકે
તમે પણ....
      પથ્થર બની ગયા ???

તમે કેમ બોલતા નથી !

પ્રેમ ના આ પાગરણ માં,
જીવન ના આ જાગરણ માં,
મને , કોઇ સથવારો મળી શકે?
તમારા ભણી જોયા પછી ,
લાગે છે,કે મને આભ મળી શકે.
ન અભ્ર થકી તારા મળે મને.
બસ , પ્રેમ થકી અમારા મળે મને.
ચન્દ્ર ભલે સળગતો ,પણ ચાંદની શીતળ
અંતર ભલે ઘણુ ,પણ દીલ તો નજીક
શા ને શાંત રહો ,બોલતા કેમ નથી
તમારા મળ્યા પછી ,
લાગે છે કે, ના હોઢ મળી શકે..
            રવિ પાઘડાળ(સ્મિત)

વિચારો પણ ખોવાયેલા છે.

કોઇ ના વિચારો માં ખોવાયેલો ,
આ દૂનિયા ના વમળ માં અટવાયેલો,
આ જીદંગી થી હું કંટાળેલો,
આગળ શું થવાનું છે , આ જીદંગી નું ?
આગળ શું થવાનું છે , આ રોશની નું ?
કે,જેણે અંધારા માં પણ ચાંદની જાણી,
તેણે જીવન માં ,જીગીશા આણી,
હવે પછી ,કોણ છે ? એ નથી જાણતો હું,
પણ ના ,હવે.....
આ વમળ ને દુર થતા જોઇ હું શકુ,
આ વિચારો ને ખોવાયેલા જોઇ હું શકુ,
હવે શું કામ છે મારે જીવવા નું?
પણ જીદંગી ની યાદ સાચવી ને જીવુ છુ.
જીદંગી ની ક્ષણો જોવા હું જીવુ છુ.
     અને ...
         જીવુ છુ ,તમને સદાય ખુશ જોવા...
                રવિ પાઘડાળ(સ્મિત)

બુધવાર, 14 જુલાઈ, 2010

પરીવર્તન

આજે હું ખોવાયેલો છુ , તમારા વિચારો માં ,
      ડુબી રહ્યો છુ ,પ્રેમ ના મહાસાગર મા ,
ઊભો રહ્યો છુ , વાટ જોઇતો રાહ માં ,
      સમજી રહ્યો છુ ,તમોને હું શાન માં ,
પ્રેમ કરુ છુ ,તમોને હું પુરા ભાન માં ,
      ન ચાહો તો ,મને કોઇ ગમ નથી,
પણ રહી ન શકો શુ?
   બે પળ મારી સાથ માં???
                રવિ પાઘડાળ (સ્મિત

મને ખબર નથી

ચાલ્યો જાઊ છું , હું રસ્તા પર;
             કયાં જાઊ છું , મને ખબર નથી ,
વિચારું છું , તમારે ઘરે જાવ;
            પણ ,તમારુ સરનામુ , મને ખબર નથી ,
જોઉ છુ ,રોજ તમોને ;
            પણ કોણ છો , તમો મને ખબર નથી ,
ખબર છે , પાર્થ ની ત્રુષા ને;
            પણ આ પાર્થ કોણ છે? મને ખબર નથી ,
લખુ છુ હું , તમારુ કાવ્ય ;
            પણ, કવિ કોણ છે ?,મને ખબર નથી ,
જવુ છે ,મન ના મંદિરે ;
            પણ ભગવાન કોણ છે?,મને ખબર નથી ,
હું શાયર નથી ,
કવિ નથી ,કોઇ લેખક નથી,
                        પણ હું કોણ છુ ?,એ પણ મને ખબર નથી,
પ્રેમ કરૂ છુ હું ,તમોને ;
            પણ તમે કોણ છો ,તે મને ખબર નથી,
ખબર છે બસ એટલી જ કે ,
            હું છુ ,તમે છો, ને બીજા કોણ છે ?
                        મને ખબર નથી ,
                                   રવિ પાઘડાળ (સ્મિત

મંગળવાર, 13 જુલાઈ, 2010

નીરાસ હૈયુ

આ હૈયા ને મે કહ્યુ કૈક તો તુ લખ.

નિસાસો નાખતુ હૈયુ બોલ્યુ લખાતુ ના....

રવિ પાઘડાળ(સ્મિત)

મધુર્રજની

તમારો ,પગરવ જાણે,આ ઠંડો પવન,
નયનો , ન કોઇ હોય હરણી,
ચાલ જાણે ,કોઇ ઢેલ ઢબુકતી ,
વાતો જાણે ,મધુર રસ નો વરસાદ ,
અસ્રુ ઓ જાણે ,ન કોઇ મોતી ની હાર,
દેખાવે તો તમે પ્રેમ ની મુરત,
અને રહો છો પાછા તમે સુરત..
હે કુદરત ,ઓછા પડે છે,આ શબ્દો,
ન ચાલતી પેન ,કાગળ પર,
બસ , આંખો માં સમાવી લેવાનુ મન છે મારૂ,
હવે ,વિચારુ છુ ,બસ વિંઝતો જાંઊા
ખેતરો ,પવઁતો ,વ્રુક્ષો ને,
માણતો જાંઊ મધુર્રજની તમ સમા પ્રેમ ની....
                 રવિ પાઘડાળ (સ્મિત)

બસ , એક રવિ

આ ગુલાબી તડકા માં !!
બસ , એક રવિ તપે છે.
ન તપતો કોઇ વાટ,
ન તપતો કોઇ નો સંગાથ,
આ ગુલાબી તડકા માં !!
બસ , એક રવિ તપે છે.
        રવિ પાઘડાળ (સ્મિત)

મોત

મથામણ કરી ને જીવવાના કોડ ઘણા ને હોય છે,
મને મળે છે શાંતી ,જયારે મોત નજીક હોય છે.
                        રવિ પાઘડાળ (સ્મિત)

તમારી કવિતા

વિચારુ છુ તમારી પર કોઇ કવિતા લખુ.
વિચારુ છુ તમારી પર કોઇ કવિતા લખુ.
પણ વિચારો ન આ વંટોળો માં,
હું પણ અટવાઈ રહયો.
અંતે જવાબ આપ્યો વિચારો એ.
તમારી જેવી કવિતા પર,
હું શું કવિતા લખું???
            રવિ પાઘડાળ (સ્મિત)

કાયા ની કવિતા

"આ કાયા ની કવિતા
કોઇ સમજી નહીં શકે....(૨)
સમજવા વાળા સમજસે
પણ કોઈ ને સમજાવી નહીં શકે.."
                રવિ પાઘડાળ (સ્મિત)